BANASKANTHADEODARGUJARAT

અડચણ રૂપ દબાણો સામે તંત્રનું મૌન ફૂટપાથ પર ઠેર ઠેર દબાણોનો રાફડો

અડચણ રૂપ દબાણો સામે તંત્રનું મૌન ફૂટપાથ પર ઠેર ઠેર દબાણોનો રાફડો

દિયોદરમાં તંત્રનું બુલડોઝર ફર્યું પણ મોટા દબાણો યથાવત્

પ્રતિનિધિ :- દિયોદર ફોટો અહેવાલ કલ્પેશ બારોટ

•માત્ર કોમન પ્લોટ વિસ્તાર માંથી દબાણો હટાવ્યા સ્થાનિકો માં રોષ

દિયોદર શહેર અને આસપાસ હાઈવે વિસ્તારમાં દિન – પ્રતિદિન વધી રહેલા ગેરકાયદેસર દબાણો ને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમાં તંત્રએ માત્ર સોસાયટીમાં કોમન પ્લોટ ના દબાણો હટાવી સંતોષ માન્યો છે જ્યાં મોટા ભાગના દબાણો યથાવત્ રહેતા સ્થાનિકોએ તંત્ર ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે

દિયોદરમાં તાજેતરમાં તંત્ર દ્વારા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આંબલીવાળા કાચા વિસ્તાર માંથી કોમન પ્લોટ ,તથા રહેણાંક વિસ્તાર માંથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં માત્ર એકજ દિવસે નાના માણસો ના દબાણો દૂર કરી તંત્રે સંતોષ માન્યો હતો જો કે દિયોદર શહેરમાં મોટાભાગ ના કોમ્ન્શિયલ દબાણો સામે તેમજ ઠેર ઠેર ફૂટપાથ પર દબાણો સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવતા તંત્ર ની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા સ્થાનિક લોકોએ રોષ વ્યકત કરતા જણાવેલ કે દિયોદર માં મોટાભાગે દબાણો થયેલ છે બજારમાં ઠેર ઠેર દબાણો ના કારણે અનેક વખત ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે જેમાં કારણે એસ ટી બસો પણ આવી શકતી નથી ફૂટપાથ પર દબાણો થઈ ગયા છે છતાં તે દૂર કરવામાં આવતા નથી અમો નાના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવે છે જો તંત્ર ગેરકાયદેસર દબાણો દૂર નહીં કરે તો અમો જિલ્લા સુધી રજૂઆત કરીશું

•હાઇવે વિસ્તાર પર ફૂટપાથ પર દબાણો નો રાફડો શું તંત્ર દૂર કરશે ?

  1. દિયોદર હાઈવે વિસ્તાર પર ઠેર ઠેર ફૂટપાથ પર દબાણો નો રાફડો છે જ્યાં જોવો ત્યાં દબાણ દારો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા છે જે મામલે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!