ઝઘડીયા ના ગરીબ આદિવાસી પરિવારનો દીકરો M.B.B.S ની પદવી પ્રાપ્ત કરી પોતાના પરિવાર, સમાજ તેમજ નગરનું નામ રોશન કર્યું.
ભરુચ જિલ્લાના ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂતનો દીકરો M.B.B.S ની પદવી પ્રાપ્ત કરી પરિવાર, સમાજ તેમજ નગરનું નામ રોશન કર્યું .કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એ ઉક્તિને આદિવાસી સમાજના દીકરાએ સાર્થક કરી બતાવી છે.ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે પ્રાથમિક અભ્યાસ ઝઘડિયાની પ્રાથમિક શાળામાં કર્યો હતો. ત્યારબાદ ઝઘડિયાની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો બાદ વધુ અભ્યાસ માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું જ્યાં રાહુલે એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરતા તેઓને ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી. વધુમાં ડો.રાહુલ ભગતે જણાવ્યું હતું કે હજુ હું હજુ આગળ વધુ અભ્યાસ કરી સમાજ તેમજ દેશની સેવા કરીશ. ગરીબ અને આદિવાસી દીકરો ડોક્ટર બનતા પરિવાર તેમજ સમાજ નું નામ રોશન કર્યું છે. રાહુલે એમ બી બી એસ ની પદવી પ્રાપ્ત કરતા તેઓ પર અભિનદન નો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. રાહુલે એમ બી બી એસ ની પદવી પ્રાપ્ત કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યો છે…
ઈરફાનખત્રી
રાજપારડી