ડેડીયાપાડા માતા સાથે સંબંધની વહેમ માં પુત્રએ આધેડની જીવ લય લીધો.
તાહિર મેમણ – ડેડીયાપાડાના – 30/06/2025 – નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ઉમરાણ, ખાડી ફળીયુ માં રહેતા વિજયસિંગ વસાવાની પત્ની શુકરાબેને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ કે ઉમરાણ ગામે રહેતા મનિષ ઉર્ફે મનિયો વસાવાની માતા સાથે તેના પતિ વિજયસિંગ વસાવાના આડા સબંધ હતા.
જે બાબતની મનીષ અદાવત રાખી વિજયસિંગ વસાવાની સાથે ઉમરાણ ગામના સબસેન્ટરના કંપાઉન્ડમાં બોલાવી બોલાચાલી બાદ ઝઘડો કરી વિજયસિંગને માથાના પાછળના ભાગે તથા ગળાના ભાગે તથા પેટના ભાગે કોઇ તીક્ષ્ણ ધારધાર હથિયાર વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને સ્થળ પર જીવ લય લીધો અને ભાગી ગયો હતો.
આ બાબતની ગામમાં જાણ થતા ઘરના બધા દોડી આવી દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં મનિષ ઉર્ફે મનિયો વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે ગણતરીના કલાકોમાં આ મનીષ ઉર્ફે માનિયા ના ઝડપી પાડ્યો છે.



