GUJARATMEGHRAJ

મેઘરજ : ઈસરી કેન્દ્ર પર ધોરણ 12 ની પરીક્ષા શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ઈસરી કેન્દ્ર પર ધોરણ 12 ની પરીક્ષા શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજાઈ ગઈ. ધોરણ 12 ની પરીક્ષા 28 ફેબ્રુઆરી થી શરૂ થઈ હતી અને આજ રોજ ધોરણ 12 ની પરીક્ષા 17 માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. છેલ્લા દિવસે ધોરણ 12 નું પેપર સંસ્કૃત વિષયનું હતું અને પેપર સહેલું હોવાથી વિધાર્થીઓમાં ખુશી જોવા મળી હતી ઈસરી કેન્દ્ર ખાતે યોજાયેલ પરીક્ષામાં શાળાના સંચાલક કમલેશભાઇ પંચાલ તેમજ જયંતીભાઈ પટેલે પરીક્ષામાં જોડાયેલ સમગ્ર શિક્ષકનો સ્ટાફ, પોલીસ સ્ટાફ સહીત પરીક્ષાની કામગીરી નિમિતે સાથસહકાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો અને શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ હતી

Back to top button
error: Content is protected !!