સ્ટેટ વીજીલન્સ ટીમને મોટી સફળતા,કાલોલ ના અલીન્દ્રા પેટ્રોલપંપ પાસેથી વિદેશી બિયર ના જથ્થા સાથે રૂ 45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

તારીખ ૦૪/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પોલીસ દ્વારા નશાના વપરાશ પર અંકુશ લાવવા સતત ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના લોકો ને દારૂના નશાથી દૂર રાખવા સ્ટેટ મોનીટરીંગ સેલને સતર્ક રહેવા સુચના આપવામાં આવી હતી.અને એ અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામના ભારત પેટ્રોલપંપ પાસેના પાર્કિંગ નાં આગળના ભાગમાંથી વિદેશી બિયર ની ડિલીવરી કરવા આવેલ કન્ટેનર ઝડપી વિદેશી દારૂનો રૂપિયા ૪૫,૪૬,૫૨૦/ નો મુદામાલ કબજે કરી મોટી સફળતા મેળવી છે.સ્ટેટ વીજીલન્સ ટીમના પીઆઇ જી આર રબારી પોતાની ટીમ સાથે ગોધરા કાલોલ હાલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને અત્યંત વિશ્વાસુ બાતમીદાર તરફથી બાતમી મળેલ કે મહારાષ્ટ્ર પાસિંગની પાર્સલ સેવા લખેલી એક ટ્રક એમએચ-૦૪-JU-૧૧૩૯ મા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરા હાલોલ કાલોલ થઈ વડોદરા તરફ જનાર છે જે આધારે પોલીસે વોચ ગોઠવતા કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામના ભારત પેટ્રોલપંપ ના આગળના ભાગમાં ખુલ્લી જગ્યાએ બાતમી વાળી ટ્રક આવી પહોંચતા વીજીલન્સ ટીમ દ્વારા કોઈ આવે છે કે કેમ તેની વોચ રાખતા થોડી વારમાં જ એક સફેદ રંગની નંબર વગરની વર્ના કાર આવી હતી પણ તેમાંથી કોઈ ઉતરેલ નહી અને નીકળવા જતા વીજીલન્સ ટીમે રોકવા પ્રયત્ન કરતા વર્ના ગાડી ત્યાંથી ભગાડી મૂકી હતી પણ ટ્રક ચાલક નજીકમાં ઊભો હતો તેને પકડી પાડી નામ પૂછતા તેણે પોતાનુ નામ દુર્ગારામ નહેરુરામ ભીલ રે.કપરાઉ ગામ બારમેર ચોટન નો હોવાનું જણાવેલ આ ટ્રક મધ્યપ્રદેશ બોર્ડર પાસે થાંદલા ગામે થી પોતાના શેઠ ભગતસિંહે આપી હતી અને કાલોલ નજીક પહોચતા જ લોકેશન નાખશે તે લોકેશન ભારત પેટ્રોલપંપ ઉપર ગાડી ઉભી રાખવા જણાવેલ અને પોતાના માણસ આવે અને તે કહે તે મુજબ તુ ગાડી આપી દેજે અને તું ત્યાંથી પરત આવી જજે આ ટ્રિપ ના રૂ ૧૨,૦૦૦/ આપવાનું નક્કી કર્યું હતુ અને પોતે જોધપુર થી રતલામ રેલ્વે સ્ટેશન આવ્યો જ્યાં આરજે-૨૭-સીએલ-૩૩૯૪ નંબરની સ્વીફ્ટ કાર મા તેને લેવા માટે માણસ આવ્યો હતો અને રતલામ થી થાંદલા લઈ આવ્યો હતો.તેમ કહ્યું હોવાનું જણાવેલ વીજીલન્સ દ્વારા ટ્રક ના પાછળ ના ભાગે આવેલ લોખંડના દરવાજા નુ સીલ તોડી તપાસ કરતા એક જ બ્રાન્ડ ના બિયર ના પૂઠાં ના કાર્ટૂન જોવા મળ્યા હતા ટ્રક કાલોલ પોલીસ સ્ટેશનમાં લાવી ગણતરી કરતા કુલ ૫૫૧ પેટી જેના કુલ,૧૩,૨૨૪ નંગ બિયર રૂ ૩૦,૪૧,૫૨૦/નો મુદામાલ તથા ટ્રક રૂ ૧૫ લાખ અને એક મોબાઈલ રૂ પાંચ હજાર એમ કુલ મળીને રૂ ૪૫,૪૬,૫૨૦/ નો મુદામાલ કબજે કરી પકડાયેલ ચાલક અને મોકલનાર ભગતસિંહ ડિલિવરી લેવા આવનાર વર્ના કાર નો ચાલક અને તેની સાથે આવનારા ઈસમો મારુતિ સ્વીફ્ટ નો ચાલક અને માલીક પકડાયેલ ટ્રક ના માલિક એ તમામ સામે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી હેરફેર કરવા બદલ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







