વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૩૦ નવેમ્બર : જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત ઇન્ટર્ન્સ અને તમામ રેસિડેન્ટ્સ તબીબોને મળવાપાત્ર સ્ટાઈપેન્ડ નિયમિત ધોરણે અપાય છે અને પ્રતિ માસના પ્રથમ અઠવાડિયે જ સંબંધીતોના ખાતામાં જમા થાય છે.આ સ્ટાઈપેન્ડ જમા થવાની પ્રક્રિયા આજકાલથી નહિ પણ વર્ષોથી નિયમિતપણે હાથ ધરવામાં આવતી હોવાનું ગેઈમ્સના સત્તાવાળાઓ દ્વારા જણાવાયું છે.અદાણી મેડિકલ કોલેજમાં છેલ્લા કેટલાક માસથી રેસીડેટન્સ અને ઇન્ટર્ન્સ તબીબોને સ્ટાઇપેન્ડ આપવામાં આવતું નથી એટલે તબીબો વિરોધ કરી રહ્યા હોવાની પ્રસરતી વાતના પ્રત્યુતરમાં આ મુજબ સત્તાવાળાઓ દ્વારા જણાવ્યું છે.