AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની ચિચિનાગાંવઠા પ્રા.શાળાના શિક્ષકની રાજ્ય કક્ષાના ઈનોવેશન ફેર-2025 માટે પસંદગી થઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની વઘઈ તાલુકાની ચિચિનાગાંવઠા પ્રા.શાળાના ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક વિકાસભાઈ બી. પટેલે રોજિંદા જીવનમાં વપરાતા એકમોને બાળકો સરળતાથી એકબીજા એકમમાં રૂપાંતર કરી શકે એ માટેનું પોતાની શાળામાં ઈનોવેશન હાથ ધર્યું હતું.તા.03-03-2025 થી 05-03-2025 સુધી ધરમપુર જિલ્લાનાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઝોન કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ-2025 યોજાયો હતો. જેમા દક્ષિણ ઝોનના સાત જિલ્લાઓમાંથી કુલ 35 ઇનોવેટીવ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ તમામ ઇનોવેશન માંથી પ્રાથમિક વિભાગમાંથી 6 ઇનોવેશનની પસંદગી કરવામાં આવી હતી.જેમાંથી વઘઈ તાલુકાની ચિચિનાગાંવઠા પ્રા .શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક વિકાસભાઈ બી. પટેલનું ઈનોવેશન Uses Of Unit In Everyday Life”ની રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ-2025 માટે પસંદગી પામતાં સમગ્ર ડાંગનાં શિક્ષકો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા ડાંગ જિલ્લાનું શિક્ષક સંગઠન ડાંગ જિ.પ્રા.શિ.સંઘે અભિનંદન પાઠવ્યા હતાં. વિકાસ પટેલની રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે પસંદગી પામેલ હોય શાળા પરિવાર ખૂબ જ આનંદની લાગણી સાથે આગળ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!