વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા. 14 એપ્રિલ : ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના પાવન દિવસે આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રમુખસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કચ્છના મુન્દ્રા કેન્દ્ર પરથી અભ્યાસ કરીને હિન્દી વિષયમાં માસ્ટર ઓફ આર્ટસ (M.A.)ની પદવી (ડિગ્રી) મેળવનાર મધ્યમ પરિવારની દીકરી કવિતાબેન નાગુલાલ રાઠોડને ગુજરાતમાં પ્રથમ આવવા બદલ સુવર્ણચંદ્રક (ગોલ્ડ મેડલ) મળેલ છે. એ તસ્વીરમા દ્રશ્યમાન થાય છે.પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરતાની સાથે ઘર બેઠા અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ મેળવનાર કવિતા રાઠોડે આનો શ્રેય એના પોતાના માતા-પિતા, પરિવારજનો અને મુન્દ્રા જૈન સમાજના અગ્રણી શેઠ ભુપેન્દ્રભાઈ હરસુખલાલ મહેતા અને પોતાની ખાસ બહેનપણી તિતિક્ષા પ્રકાશ ઠક્કરને યશની આભારી ગણાવી હતી.