GUJARATPADDHARIRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પડધરી તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૧૯.૩૫ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

તા.૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠક કલેક્ટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે કુલ રૂ. ૫૧,૨૪,૨૪૩ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જે પૈકી પડધરી તાલુકાના રૂ. ૧૯,૩૫,૭૫૦ના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આથી, આગામી દિવસોમાં ગઢડા ગામમાં રૂ. ૧૬,૩૬,૩૦૦ના ખર્ચે નવો કુવો (૩૦ મીટર ઊંડાઈ) અને પડધરીમાં ૧૬૦ મી.મી. પી.વી.સી. – ૪૫૦ મીટર મેઈન પાઈપલાઈનની કામગીરી થશે, તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!