GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના પોલીસ અને બુટલેગરો વિરુદ્ધ વિડિયો વાઇરલ કરનાર શખ્સને દબોચી લીધો

તા.07/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાની બ્રાન્ચ જેમાં એસઓજી, એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં તથા અન્ય જીલ્લાના નાગરિકોના વિડીયો બનાવી પોલીસ પકડથી દુર કોલકાતા-મુંબઈ ખાતે રહી સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ ઇન્સ્ટાગ્રામ આઇડી gujarat_sudharo_ અને gujrat555_sudharo ઉપર પોલીસ અધિકારી/કર્મચારી, સરકારી કર્મચારી, રાજનેતા,કોન્ટ્રાકટર,બિલ્ડરો અને મહીલાઓના ગુનાહિત ધમકી તથા બિભત્સ બદનક્ષીના આક્ષેપોવાળા વિડીયો અપલોડ કરી ડીલીટ નહી કરવાની ધમકી આપી પૈસા પડાવતા ઇસમ યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી ધંધો ફુટનો વેપાર રહે સુરેન્દ્રનગર પોપટપરા શેરી નંબર-૨ શ્રવણ ટોકિઝ પાસે વઢવાણ જી. સુ.નગર હાલ રહે કલકત્તા બારાસાત કૈલાશનગર આશીર્વાદ ફ્લટ પાલ્ટી ઓફીસની સામે કલકત્તા રાજ્ય પશ્ચિમ બંગાળ વાળાને ત્રણ ગુનામાં અટક કરવાનો બાકી હોય અને તેના વિરુધ્ધમાં અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલ હોય તેમજ મજકુર ઈસમે ગઇ તા.૨૫/૦૪/૨૦૨૫ના રોજ પોતાના ઉપરોક્ત ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ઉપર પો.હે.કો વિજયસિંહ પ્રવિણસિંહ પરમારનાઓનો આક્ષેપોવાળો વિડીયો અપલોડ કરતા આ કામે પો.હે.કો વિજયસિંહ નાઓએ તેના વિરુધ્ધ ફરીયાદ આપતા સુ.નગર સીટી. મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાના કામે અટક કરવામાં આવેલ અને પુછપરછ કરતા તેણે આ વિજયસિંહનો વિડીયો સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ ફરજ મોકુફ એએસઆઇ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ચુડાસમાના કહેવાથી બનાવેલ હોવાનું જણાવેલ હોય જેથી તેની તપાસ કરી અટક કરવા તજવીજ કરવામાં આવનાર છે તેમજ મજકુર ઈસમના મોબાઇલની તપાસ કરતા તેણે અલગ અલગ વિડીયો આશરે ૪૦૦ થી ૫૦૦ બનાવેલ જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ અને આવા વિડીયો અપલોડ નહી કરવા તેમજ ડીલીટ કરવા માટે અલગ અલગ લોકો પાસે ગુગલ પે મારફતે રૂપિયા મેળવતો હોય આ બાબતે સરકાર તરફે અલગથી ફરીયાદ દાખલ કરવા તજવીજ કરવામાં આવનાર છે જેથી આવા કોઇ લોકો કે જેના આ યોગેન્દ્ર ઉર્ફે બકરાએ વિડીયો બનાવી તેઓની પાસે પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અથવા એસઓજી સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા આ પ્રેસ મીડીયાથી જાહેર અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!