વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં રાનપાડા ગામ ખાતે આશરે ૧૨૭ જેટલા ઘરો આવેલા છે અને તેમાં આશરે ૬૦૦ જેટલા લોકો વસવાટ કરે છે.રાનપાડા ગામમાં પાણી પુરવઠાનો ખોલ્યાવહળ નામથી ઓળખાતી જગ્યાએ 1 કુવો ચાલી આવેલ છે અને 1 કુવો જામનીના ઉતારા પાસે આવેલો છે.જેમાં હાલે પાણી ઉપલબ્ધ છે.અને હાલે ગામમાં પાણી ટાંકી સુધી પહોચાડવા માટે ખોલ્યાવહળ નામથી ઓળખાતી જગ્યાએ આવેલ કુવામાંથી જામનીના ઉતારાવાળા કુવામાં પાણી ઠાલવવામાં આવે છે.અને ત્યાંથી મોટર મારફતે પાણી પુરવઠાની ટાંકીમાં પાણી સપ્લાઈ થાય છે.
આમ હાલમાં જામનીના ઉતારાવાળા કુવામાં અને ખોલ્યાવહળ નામથી ઓળખાતી જગ્યાએ આવેલ કુવામાંથી મેઈન ટાંકી સુધી પાણી સપ્લાઈ પહોચાડવામાં આવે છે તેમાં ગામના જ અમુક માથાભારે ઈસમોએ ખાનગી મોટર નાખી દીધેલ છે.અને તેઓ આ પાણી પોતાના અંગત ઉપયોગ અને ખેતીના કામ માટે કરે છે.અને તેના કારણે ગામમાં પાણીની સમસ્યા વિકરાળ બનવા પામેલ છે.કૂવામાં ખાનગી મોટરો નાખનારમાં (1) સુનિતાબેન પ્રકાશભાઈ ગાવિત (2) શુકરિયાભાઈ ચેદંરભાઈ ચૌર્યા (3) મોહનભાઈ લક્ષ્મણભાઈ ગાવિત (4) બાબુરાવભાઈ બળવંતભાઈ બંગાળ (5) રતિલાલભાઈ કાશીરામભાઈ ધૂમ તથા ખોલ્યાવહળ નામથી ઓળખાતી જગ્યાએ આવેલ કુવામાં (1) કાંતિલાલભાઈ હરીભાઈ વળવી અને (2) પ્રદિપભાઈ કાશીરામભાઈ ગાયકવાડનાઓ છે જેમણે મોટર કુવામાં નાંખેલ છે.આ ઉપરાંત મેઈન સપ્લાઈ લાઈનમાં ગેરકાયદેસર રીતે કનેકશનનાં કારણે ટાંકી સુધી અને ઘર-ઘર આપેલ ચકલી કનેકશનમાં પાણી પહોચતું નથી. તે ઈસમોમાં (1) ગંગાભાઈ બળવંતભાઈ બંગાળ (2) લહાનુભાઈ પાંડુભાઈ દળવી (3) બુધ્યાભાઈ સખારામભાઈ દળવી (4) પરસુભાઈ ભોવાનભાઈ દેશમુખ નાઓ છે,જેથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરીને આ ગેરકાયદેસર રીતે જે મોટર કુવામાં નાંખેલ છે અને ગેરકાયદેસર રીતે જે મેઈન સપ્લાઈ લાઈનમાં કનેકશનો કરેલા છે તે કાઢી/કઢાવી અમારા ગામના લોકોની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેમજ આ કુવાઓમાં જે હાલે પાણી છે તે પુરુ થવાને આરે છે જેથી ગામમાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવે તેવી માંગ કરી છે.અને આ માથાભારે જે ઈસમો છે જેમણે કુવામાં ખાનગી મોટરો નાંખેલ છે અને મેઈન સપ્લાઈ લાઈનમાંથી ગેરકાયદેસર રીતે કનેકશનો કરેલ છે તેની વિરુધ્ધ ફોજદારી રાહે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાથે અમારી ફરિયાદ ધ્યાને લઈ સત્વરે તેના પર દિન-7 માં હકારાત્મક કાર્યવાહી કરશોજી નહીતર અમોને નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તે માટે આપની સંપૂર્ણ જવાબદારી રહેશેની ચીમકી ઉચ્ચારી છે…