સમગ્ર નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોના સક્રિય સહયોગ સાથે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*૧૦૦૮ મતદાન મથકનો સ્ટાફ, ૪૩ પોલીસ અધીકારીશ્રીઓ, ૩૯૧ પોલીસ કર્મચારીશ્રીઓ, ૩૦૯ હોમગાર્ડ્સ/જીઆરડી, ૦૮ એસ.આર.પી. સેક્શન ટીમોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી*
નવસારી,તા.૨૨: નવસારી જિલ્લાના કુલ-૦૫ તાલુકામાં ગ્રામ પંચાયત સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી આજરોજ તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાયેલ હતી. જેમાં નવસારી જિલ્લામાં સમાવિષ્ટ નવસારી (ગ્રામ્ય) તાલુકામાં ૦૨ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જલાલપોર તાલુકામાં ૦૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૦૧ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી. ચીખલી તાલુકામાં ૦૭ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૦૬ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી. ગણદેવી તાલુકામાં ૦૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૦૪ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જ્યારે વાંસદા તાલુકામાં ૧૮ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.
આમ, નવસારી જિલ્લાની કુલ-૫૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં કુલ-૦૫ તાલુકાનાં પાંચ રીસીવિંગ-ડિસ્પેચીંગ સેન્ટર રાખવામાં આવ્યા હતાં. નવસારી જિલ્લાના ચૂંટણી હેઠળનાં તમામ તાલુકાના કુલ-૧૬૦ મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ- ૬૬૬૫૨ પુરૂષ મતદારો કુલ-૬૮૪૭૭ સ્ત્રી મતદારો મળી કુલ-૧૩૫૧૨૯ મતદારો છે. આ ચૂંટણીમાં કુલ-૧૦૦૮ મતદાન મથકનો સ્ટાફ તથા ૪૩ પોલીસ અધીકારીશ્રીઓ, ૩૯૧ પોલીસ કર્મચારીશ્રીઓ, ૩૦૯ હોમગાર્ડ્સ/જીઆરડી, ૦૮ એસ.આર.પી. સેક્શન ટીમોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે.
અત્રે નોંધણીય છે કે, નવસારી જિલ્લામાં કોઈ પણ મતદાન મથકે અનિચ્છનીય ઘટના બનેલ નથી. મતદારોએ પોતાનો કિંમતી અને અમુલ્ય મત આપી લોકશાહીના પર્વને સફળ બનાવેલ છે.