GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પાનમ કેનાલમાં આવતું પાણી અસામાજિક તત્વો દ્વારા પાળ બાંધી પાણી બંધ કરાતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ.
તારીખ ૧૨/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાનોડ અને પીંગળી ગામ ની સીમ વિસ્તારમાં થી પસાર થતી પાનમ કેનાલમાં આવતું પાણી છેક દેલોલ સૂધી પહોચાડવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે વધુ વરસાદ પડવાથી ખેડૂતો નો પાક મકાઈ કપાસ તુવેર નિષ્ફળ ગયો છે ત્યારે હવે ઘઉં અને ચણા,મકાઈ જેવા શિયાળુ પાક કરવા માટે પાણી ની જરૂરીયાત હોય ત્યારે અધવચ્ચે આવતું પાણી કેટલાક અસામાજિક તત્વો દ્વારા રીતસર આગળ પાણી ના જાય અને ખેડૂતો નો પાક ઉગે ના તે મંશા થી કેનાલ માં આડો પાળો બાંધી પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જ્યાં આ માટે પાનમ સિંચાઇ વિભાગ ના અધિકારીઓ કેનાલ પર મુલાકાત કરશે કે કેમ? અને દેખરેખ થાય તો આવુ બને જ નહીં પરંતુ હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું