AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના યુવાનો ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ઉત્કર્ષ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કર્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર કેરળ રાજ્યનાં કોટાયામ જિલ્લાના ઈન્ડોર સ્ટેડિયમમાં JKMO ઇન્ડિયા  મારફતે 1ST KANCHO SASAKI CUP 2025 ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ગુજરાતમાથી JKMO GUJARAT તરફથી ડાંગ જિલ્લામાંથી 1. સુનિલભાઈ સી. ગામીત 2. મયુરભાઈ પી. ગામીત,3. કુણાલ જી. બાગુલ,4. સુનિલ સોમલું  વાડુ, 5.સંકેત રામુ ગાવીત ,6. સતીષ સંતોષ ચૌધરી ,7. ફિરોઝ ટી. ચૌધરી 8.અમિત કમનસીંગ પવાર, 9. નિતેશ તાનું બાગુલ ,10. નિખિલ રાઠોડ એમ કુલ 10 યુવાનોએ ભાગ લીધો હતો.જેમા તમામે KATA અને KUMMITE માં ઉત્તમ પ્રદર્શન કર્યું હતુ.અને KUMMITE ફાઈટિંગ ઓપન કેટેગરી 21 વર્ષથી ઉપર 75 KG થી ઉપર અને 84 KG થી નીચે મેન્સ માં એડવોકેટ સુનિલ ગામીત ને ગોલ્ડ મેડલ તથા  41 KG થી ઉપર અને 60 KG થી નીચે મેન્સમાં  કુણાલ જી. બાગુલને સિલ્વર મેડલ, સુનિલ સોમલું  વાડુ, સંકેત રામુ ગાવીત,સતીષ સંતોષ ચૌધરી ને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો.આ ટુર્નામેન્ટમાં ભારત, રશિયા, કુવૈત, શ્રીલંકા વગેરે દેશના લોકોએ ભાગ લીધો હતો અને ગુજરાત વતી ડાંગના આ યુવાનોએ દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જેમાં JKMO GUJARAT ના ચીફ ઇન્સ્ટ્રક્ટર બી.મેથ્યુ સર દ્વારા સઘન પ્રેક્ટિસ અને માર્ગદર્શન પૂરૂ પાડ્વામાં આવ્યું  હતુ.આ સફળતા બદલ આ યુવાનોને ચારેકોરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!