GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં ચોરોને પોલીસનો કોઈ ડર નથી ખેરગામ પોલીસ સ્ટેશન અને કોર્ટના સામે ફાર્મમાં ચોરી. 

રાત્રી સમય દરમિયાન ઘણા પોઇન્ટ પર હોમગાર્ડ ફરજ પર હોતા નથી :લોકોમાં ચર્ચા

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

રાત્રી સમય દરમિયાન ઘણા પોઇન્ટ પર હોમગાર્ડ ફરજ પર હોતા નથી :લોકોમાં ચર્ચા

ખેરગામ પોલીસ સ્ટેશન ની સામે આવેલા સદગુરુ ફાર્મ એન્ડ નર્સરી અને સદગુરુ હાર્ડવેર સેન્ટર માં એક ચોર ઘુસ્યો હતો આ બનાવ માં તસ્કર ડ્રીલ મશીન કેમેરા ના વાયર અને ત્રણ મોબાઈલ મળી રૂપિયા (૨૫૦૦૦)થી વધુ ની ચોરી કરી ગયો હતો ઉપરાંત સીપીયુ અને ઘરના સામાન ની પણ તોડફોડ કરી હતી આ સમય ઘટના સીસી ટીવી કેમેરા માં કેદ થઈગઈ હતી ઉપરાંત ખેડૂત સહકારી મંડળી ની ઓફીસ માં પણ ચોરી થઈ હોવાનું જણાયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામ ના સરસ્યા ફળિયા માં રહેતા રાજુ મગન પટેલ ખેરગામ ચીખલી રોડ ઉપર ખેરગામ પોલીસ સ્ટેશન અને કોર્ટ ની સામે સદગુરુ હાર્ડવેર સેન્ટર ચલાવે છે રાત્રે તેઓ સૂતા હતા તે દરમિયાન બે વાગ્યા ના અરસા માં એક ચોર દુકાન માં ઘુસી આવ્યો હતો એણે બે કેબલ કાપી દુકાન માં તોડફોડ કરી હતી ઉપરાંત ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા ૨૦૦૦૦ અને ડ્રીલ મશીન કિંમત કિંમત ૫૨૦૦ મળી ૨૫૨૦૦ ની ચોરી કરી હતી વધુ માં સીપીયુ અને ઘરના સામાન ની તોડફોડ કરતા મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો આ ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગઈ હતી આ ઉપરાંત ખેરગામ ચીખલી રોડ ઉપર આવેલી સહકારી મંડળી ની ઓફીસ નું પણ તાળું તોડી કોઈ ચોર ઈસમ અંદાજે રૂપિયા ૧૫૦૦ ની ચોરી કરી ગયું હોવાનો બનાવ બન્યો હતો .

Back to top button
error: Content is protected !!