DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા તાલુકાના કુવાબૈણા ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી પ્રા.આ.કેન્દ્ર – કુવાબૈણા

તા.૨૮.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De. Bariya:દેવગઢ બારીયા તાલુકાના કુવાબૈણા ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી પ્રા.આ.કેન્દ્ર – કુવાબૈણા

WORLD MENSTRUAL HYGIENE DAY-2025 દેવગઢ બારીયા તાલુકાના કુવાબૈણા ખાતે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવરસિંહ બારીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ બારીયા ના માર્ગદર્શન અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાબૈણા ના કાર્ય વિસ્તાર હાઈસ્કૂલ ફળિયા આંગણવાડી ખાતે મેડીકલ ઓફિસર ડો. રાહુલ રાઠવાના માર્ગદર્શનથી RKSK( રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ) અંતર્ગત કિશોરીઓ માટે ” વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ -2025 ” ની ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો. ડો.નિધિ આર સોલંકી આયુષ મેડિકલ ઓફિસર પી.એચ.સી. કુવા દ્વારા તમામ કિશોરીઓ અને મહિલાઓ ને માસિક દરમિયાન ની ચોખ્ખાઈ તથા માસિક દરમિયાન કિશોરીઓમાં થતા ફેરફાર, માસિક ચક્ર , સેનેટરી પેડનો યોગ્ય ઉપયોગ અને નિકાલ તેમજ માસિક ને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન,RTI/STI વિશે ચર્ચા કરવામાં આવી. કિશોરીઓને IFA ટેબલેટ ગળાવવામાં આવી.આ કાર્યક્રમમાં ગામના MPHW,FHW,CHO આંગણવાડી કાર્યકર,આશા વર્કર તેમજ પિયર એજ્યુ કેટર દ્વારા ભાગ લેવામાં આવેલ. RKSK કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર પ્રોગ્રામ એડોલેશન ક્લિનિક વિશે એડોલેસન હેલ્થ કાઉન્સિલર કલ્પેશ ચૌહાણ દ્વારા કિશોરીઓને સમજૂતી અપાઈ

Back to top button
error: Content is protected !!