DEDIAPADAGUJARATNARMADA

ઇ રીક્ષા માટે 3 લાખ 10 હજાર ફાડવવામાં આવ્યા તેમ છતાં સસ્તા ને મોંઘુ કરી ખરીદી કરી કોભાંડ કર્યું : ચૈતર વસાવા

ઇ રીક્ષા માટે 3 લાખ 10 હજાર ફાડવવામાં આવ્યા તેમ છતાં સસ્તા ને મોંઘુ કરી ખરીદી કરી કોભાંડ કર્યું : ચૈતર વસાવા

તાહિર મેમણ- ડેડીયાપાડા- 10/05/2025 – ડેડીયાપાડા તાલુકાને 20 ગ્રામ પંચાયતોને ઘન કચરાના નિકાલ માટે ઇ રીક્ષા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ કાર્યક્રમ હાજરી આપવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમણે ડબલ કિંમતમાં નાની છકડી આપવામાં આવી છે. તેમ કહી ધારાસભ્ય આ કાર્યક્રમનો વિરોધ કર્યો. અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રીક્ષા વિતરણનો કાર્યક્રમ હતો. એક ઈ રીક્ષા માટે ત્રણ લાખ દસ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે તો મારું માનવું હતું કે સારી ક્વોલિટીની ઈ રીક્ષા હશે, પરંતુ ઇ રીક્ષાના નામે નાની છકડી આપવામાં આવી છે જે કદાચ એક મહિનામાં પણ બંધ થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના અંતર્ગત સારું બજેટ ફાળવવામાં આવ્યું હતું પરંતુ નીચેના અધિકારીઓ અને વચેટિયા દ્વારા ઊંચી કિંમતે ખરાબ ગુણવત્તાનું વાહન ઠોકી બેસાડવામાં આવ્યું છે.

આજે એક માર્કેટમાં નાનકડા છકડાની કિંમત 1,50,000 હોય છે પરંતુ તેનાથી ડબલ કિંમતમાં આ લોકોએ એક નાની છકડી આપી છે. અધિકારીઓ કાગળ પર બતાવી દીધું હશે કે ડેડીયાપાડામાં સ્વચ્છતા માટે ઇ રીક્ષા આપીને મોટા પગલાં લેવામાં આવ્યા પરંતુ આજે અમે આજે ઈ રીક્ષા જોઈ છે અને આની ક્વોલિટી જોઈને અમે આ કાર્યક્રમનો વિરોધ કરીએ છીએ. અમારું માનું છું કે સારી ક્વોલિટીની ઈ રીક્ષા, સાયરન, ડ્રાઇવર, મેન્ટેનન્સ, ડીઝલ, જેવી તમામ સુવિધાઓ કરીને ગ્રામ પંચાયતને આપવામાં આવે. નર્મદા જિલ્લામાં આવી 100 ઈ રીક્ષાઓ આપી છે. આવી ખરાબ ક્વોલિટીની અને ડબલ કિંમતની ઇ રીક્ષાઓ આપી હશે એનો અને વધુ વિરોધ કરીશું. અને જે પણ લોકો આમાં જવાબદાર હશે તેમના પણ કાર્યવાહીને માંગ કરીશું.

Back to top button
error: Content is protected !!