BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ચોરી કરતી સિકલીગર ગેંગના 3 આરોપી અંકલેશ્વરમાંથી ઝડપાયા:આરોપીઓ પાસેથી રૂ.5.60 લાખનો મુદ્દામાલ જપ્ત, અવિધા અને ઝઘડીયામાં ઘરફોડ ચોરી કરી હતી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બે ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અવિધા ગામે તથા ઝઘડીયા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસીંગ મખ્ખનસીંગ સિકલીગર તથા તેના મિત્ર શેરાસીંગ મોતીસીંગ સિકલીગર તથા લખનસીંગ કિરપાલસીંગ જે સિકલીગર ગેંગ સાથે સંડોવાયેલ છે, તે માહિતીની આધારે ઝડપ્યા હતા. જે ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંક્લેશ્વર જુના ને.હા. નંબર- 08 ઉપરથી પસાર થઇ ભરૂચ તરફ જનાર છે. જે બાતમીના આધારે અંક્લેશ્વર એલ.સી.બી. ઓફીસ નજીક રેલ્વે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી સાથે ત્રણે ઇસમોને ઝડપી પાડી તેઓને અંક્લેશ્વર એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી તેઓની ઉંડાણપુર્વક પુછપરછ કરવામાં આવી હતી.
વીસેક દિવસ પહેલા લખનસિંહ અને તેના બનેવી શેરાસિંહે GJ-16-BN-1960 નંબરની કાર લઈને અવિધા ગામમાં એક મકાનમાં ચોરી કરી હતી. તેઓએ મકાનના દરવાજાનો નકુચો તોડીને સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા હતા.
આ પછી તેઓએ ઝઘડીયા ટાઉનમાં પણ એક મકાનમાં આવી જ રીતે ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને કાર સહિત કુલ રૂ.5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!