AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપો ખાતેનાં ત્રણ કર્મચારીઓને પ્રમોશન મળ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા એસ.ટી. ડેપો ખાતે તન્વીરભાઈ બાબુલખેર, દીપકભાઈ પવાર અને સંજયભાઈ ચૌધરી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.ત્યારે આ ત્રણેય કર્મચારીઓને પ્રમોશન મળેલ છે. ગત દિવસોમાં એસ.ટી વિભાગ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેકટર (ATI)ની પરીક્ષા યોજાઇ હતી.જેમાં આહવા ડેપોના મહત્તમ ૭ જેટલા કર્મચારીઓ ઉત્તીર્ણ થયા હતા. જે પૈકી ઉપરોક્ત ત્રણ કર્મચારીઓને ATIનું પ્રમોશન આપી વલસાડ વિભાગીય પૈકી વલસાડ ખાતે ફરજ અર્થે બદલી થતા તેઓને આજરોજ આહવા એસટી ડેપો મેનેજર કિશોર પરમાર, વહીવટી સ્ટાફ તેમજ ડ્રાયવર-કંડક્ટર-મિકેનિક ભાઇઓની ઉપસ્થિતિમાં પુષ્પગુચ્છ થી અભિનંદન આપી અગાઉ ની ફરજ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,આ કર્મચારીઓ વહીવટી માળખાનાં જાણકાર હોય, વહીવટી સંચાલન, સ્થાનિક લોક પરિચય, જી.પી.એસ.,ડ્યૂટી રજિસ્ટર, વહીવટી તંત્રની મિટિંગો અટેન્ડ કરવાની કામગીરી, નવીન માંગણી સબબ રોડ સર્વે, ટ્રાફિક કંટ્રોલર, ઓનલાઈન બુકિંગ, વિદ્યાર્થી-મુસાફર પાસ જેવી અનેક કામગીરીથી પારંગત હોય અને આહવા ડેપો ખાતે આજ દિન સુધી સુપરવાઈઝરોની ઘટનાં કારણે આવી કામગીરીઓ નિભાવી છે.જેની કદરના ભાગરૂપે વિભાગીય નિયામક એન. એસ. પટેલ દ્વારા તેઓને પ્રમોશન અપાયુ છે.આહવા એસ.ટી ડેપો મેનેજર દ્વારા આ ત્રણેય કર્મચારીઓની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો…

Back to top button
error: Content is protected !!