BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ACBની સફળ ટ્રેપ:વારસાઈના કામ માટે 8000ની લાંચ લેતા શુક્લતીર્થના તલાટી સહિત ત્રણ લોકો ACBના હાથે ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ શુક્લતીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા ત્રણ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ સહિત ત્રણ લોકોએ વારસાઈનું કામ કરવા માટે ₹8,000ની લાંચની માગણી કરી હતી. ફરિયાદી દોઢ વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા. તલાટી ઉમેશ પટેલે ફરિયાદીને VCE કેનિલભાઈને મળવા જણાવ્યું હતું. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા ACBનો સંપર્ક કર્યો હતો.
ACBના PI એમ.જે. શિંદેના નેતૃત્વમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીઓએ એકબીજાની મદદથી લાંચની રકમ સ્વીકારી હતી. ત્રણેય આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા. ACB દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.