વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ જુલાઈ : માંડવી માં પેટ્રોલ પંપ ની નજીક રહેતા શનીભાઈ જેમને પોતાના શરીર પર દોરા, ધાગા, ગાંઠ તેમજ કાચ ની બાટલીઓ, લોહ ચુંબક એ બધું બાંધી વજન લઇ ને ફરતા હતા અને માંડવી નગરપાલિકા ઓફિસ પાસે પાછળ ના ભાગે રહેતા મંગળભાઈ,આ બન્ને વ્યક્તિ ને કપડા, ભોજન, આરોગ્ય, રહેઠાણ વ્યવસ્થિત મળે એ માટે One Step For Help Foundation નાં પ્રમુખ હર્ષિલભાઈ રામપરિયા તથા કાર્યકર્તા ઓ ઝીમિતભાઈ,આયુષ, દેવરાજ ,ઋત્વિક ,કૃણાલ દ્વારા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કામરેજ, સુરત (આશીર્વાદ માનવ મંદિર) લઈ જવા માટે માંડવી પોલીસ સ્ટેશન માં અરજી આપી અને બન્ને વ્યક્તિ ને સંસ્થા માં મુકવા માં આવ્યા,આ બન્ને વ્યક્તિ ના સોશીયલ મિડીયા થકી એમના સગા સબંધી મળે એવી આશા છે..આપ સૌ નો સાથ સહકાર આપવા બદલ દિલ થી આભાર.