કંજેઠા ગામના તલાટી કમ મંત્રીની અનિયમિતતાથી કંટાળી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીની તાળાબંધી કરાઇ
ફૈઝ ખત્રી... શિનોર સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે તેમજ ગ્રામ્ય કક્ષાના લોકોના રોજબરોજના સરકારી કાર્યો માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી,પ્રજા અને સરકાર વચ્ચે કડી તરીકે અને સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેની ખુબ જ અગત્યની ફરજ બજાવતા હોવાથી,ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં તેઓની પ્રત્યક્ષ હાજરી અંત્યત અનિવાર્ય છે.ત્યારે શિનોર તાલુકાના કંજેઠા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિવ્યરાજસિંહ રહેવર તેઓની ફરજ નિષ્ઠા સાથે નિભાવતા નથી અને ફરજ પર અનિયમિત રહે છે,જેને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ગ્રામજનો સાથે તલાટી કમ મંત્રી ઉધતાઈ ભર્યુ વર્તન કરે છે સહિતના વિવિધ આક્ષેપો કરી આજે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.અને ત્યારબાદ ગ્રામજનો શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અનિયમિત રહેતા તલાટી કમ મંત્રીની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.