શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે તિથિ ભોજન અપાયું..
શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે તિથિ ભોજન અપાયું..
શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે તિથિ ભોજન અપાયું..
દીઓદર તાલુકા ખોડાના ચૌધરી રામસીભાઈ ભીખાભાઈ ગત તા. ૧૭/૦૧/૨૦૨૧ ના રોજ અવસાન પામ્યા હતા.તેમનાં સ્મણાર્થે રામશીબા ચૌધરી ના પરિવારજનો દ્વારા આજીવન તિથીભોજન પેટે ૫૧૦૦૦/- (એકાવન હજાર પુરા) શ્રીઅર્બુદા કેળવણી મંડળ રૈયા સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં શ્રીમતી વિરાબેન અમરાભાઈ કન્યા પ્રા.શાળા,શ્રીમતી રગાબેન બાબરાભાઈ કન્યા મા.શાળા, શ્રીમતી ધુડીબેન રામાભાઈ કન્યા ઉ.મા.શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને આજીવન તિથી ભોજન નોંધાવેલ.ત્યારે સ્વ. રામશીબા ચૌધરી પરિવાર દ્વારા ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ તા.૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ તિથિ ભોજન આપી શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ. દર વર્ષે આજીવન તિથિ ભોજન દ્વારા તિથિના દિવસે શાળાની બાલિકાઓ શાળામાં શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપે છે અને બાલિકાઓ તિથીભોજન જમે છે.એક વખત ૫૧,૦૦૦/- આપી આજીવન શાળામાં તે દિવસે સ્વર્ગસ્થના આત્માને યાદ કરી બાલિકાઓ શ્રધ્ધાંજલિ અર્પણ કરી તિથી ભોજન જમે આવા ઉત્તમ કાર્ય બદલ ચૌધરી સમાજ સંચાલક મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. સ્વર્ગસ્થ રામસીબા ચૌધરીના દિવ્યાત્માને પરમ કૃપાળુ ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530