તા.૧૧.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના દેસાઈવાડામાં આવેલા શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં પરંપરાગત ફૂલ ફાગ રસિયાની ઉજવણી કરવામાં આવી
દાહોદમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ફાગ રસિયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વસંત પંચમીથી શરૂ થતો આ લાંબો તહેવાર ફાગ રસિયાના રંગે રંગાઈને પૂર્ણ થાય છેઆ પ્રસંગે હવેલીના ભક્તગણોએ ફૂલોની હોલી રમી પરંપરાગત નૃત્ય અને સંગીત સાથે આનંદ ઊજવ્યો. રંગબેરંગી ફૂલો અને ભજનોની ગુંજ વચ્ચે હવેલીના પરિસર ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. ભક્તોએ શ્રદ્ધા અને આનંદભેર ફૂલ ફાગ રસિયાની અનોખી ઉજવણીમાં ભાગ લીધો.