GUJARAT

રાજપારડી ગામે તસ્કરોનો હાથફેરો

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે તસ્કરોનો હાથફેરો બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા ૧.૮૭ લાખના મુદ્દામાલ ઉઠાવી ગયા

 

મકાન માલિક મકાન બંધ કરીને વડોદરા દવાખાને ગયા હતા ત્યારે રાત્રી ચોરો તકનો લાભ લઇ ગયા

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રાત્રી ચોરો એક બંધ મકાનને નિશાન બનાવીને સોનાચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૧૮૭૫૮૫ ના મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા કનુભાઇ દેવશીભાઇ રબારી બિમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે તા.૧૭ મીના રોજ મકાનને તાળુ મારીને વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા,અને તેમના નાનાભાઇ મહેશભાઇ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું. દરમિયાન ગતરોજ તા.૧૯મીના રોજ સવારના પાંચેક વાગ્યાના અરસામાં મહેશભાઇ તેમના ભાઇના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તુટેલા હતા,અંદર જઇને જોતા મકાનના રૂમમાં આવેલ ત્રણ દિવાલ કબાટોના લોક તુટેલા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો.મહેશભાઇએ આ અંગેની જાણ વડોદરા ગયેલ તેમના ભત્રીજા ધારિ્મકને ફોન દ્વારા કરી હતી, ત્યારબાદ મહેશભાઈના ભાભીનો ફોન દ્વારા સંપર્ક કરતા તેમણે કબાટમાં મુકેલ સોનાચાંદીના દાગીનાની માહિતી આપી હતી, પરંતું કબાટમાં મુકેલ આ દાગીના તેમની જગ્યાએ જણાયા નહતા તેથી ત્રણ કબાટમાં મુકેલ સામાનને તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઇ હતી. તસ્કરો મકાનમાંથી સોનાચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૧૮૭૫૮૫ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું જણાયું હતું,જેથી મકાનમાલિક કનુભાઇ રબારીના ભાઇ| મહેશભાઇ દેવશીભાઇ રબારી રહે.રાજપારડી તા.ઝઘડિયાનાએ બંધ મકાનનું તાળુ તોડી સામાનઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!