BHARUCHGUJARATJAMBUSAR

જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા અને પિયર એજ્યુકેટરની તાલીમ યોજાઈ

જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા અને પિયર એજ્યુકેટરની તાલીમ યોજાઈ

 રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે ૬૦૦ બાળકોને 14 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે. જે અંતર્ગત આજરોજ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કાવી પીએચસી ના 15 થી 19 વર્ષના બાળકોની પિયર એજ્યુકેટર તરીકે ટીએચઓ ડોક્ટર ઓમકારનાથ દેસાઈના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ઇમરાન, ડોક્ટર વર્મા તથા સીએચઓ અર્પિતા જાદવ સહિતના ટ્રેનર દ્વારા બાળકો તથા આશા બહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં બાળકોમાં વધતી ઉંમરે થતા શારીરિક ફેરફાર, પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતુ.આ સહિત હિંસાનો પ્રતિરોધ કરવો, ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને છ મૂળભૂત અધિકારો આપે છે.મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં બાળકો આશા બહેનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 

Back to top button
error: Content is protected !!