GUJARAT

યુવતિઓને સ્વરક્ષણની મહિલાઓને યોજનાઓની  તાલીમ                                                      

       યુવતિઓને સ્વરક્ષણની મહિલાઓને યોજનાઓની  તાલીમ      ઇમેજ-સૌ.ગુગલ                                                

જામનગર (નયના દવે)

  • જામનગર જિલ્લામાં “શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન” ખાતે મહિલા જાગૃતિ અંગે માર્ગદર્શન સેમિનારમાં માર્ગદર્શન આપેલ.

                “શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન” – જામનગર દ્વારા સમગ્ર જામનગર શહેરમાં વસતા રઘુવંશી સમાજ તથા અન્ય કોઈપણ સમાજની ૧૫ થી ૩૦ વર્ષની દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ શિબિર આયોજીત કરવામાં આવેલ. જેમાં મહિલા જાગૃતિ અંગે માર્ગદર્શન આપેલ તાલીમ શિબિર “સીતારામ હાઉસ, બેન્કવેટ હોલ, રામ ડેરી રેસ્ટોરન્ટ, ત્રણબત્તી ચોક જામનગર” માં યોજાયેલ જેમાં દીકરીઓ તથા મહિલાઓને “જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી” – જામનગર DHEW અંતર્ગત મહિલાઓની સુરક્ષા તેમજ મહિલાઓને વિવિધ યોજનાકીય માહિતી ડીસ્ટ્રીકટ કો- ઓર્ડીનેટર દ્વારા આપવામાં આવી જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, નારી અદાલત વગેરે મહિલા સુરક્ષા તેમજ વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના  જેવી વિવિધ યોજનાકીય માહિતી મહિલાઓ તથા દિકરીઓને આપવામાં આવી હતી.  આ આયોજનમાં ડો.કરીશ્માબેન મારવાણી તેમજ સેલ્ફ ડીફેન્સની વેરીયસ  ટેકનીક્સની શાળા કોલેજો સંસ્થાઓ ગૃપમાં  અવિરત તાલીમ આપી રહેલા અને  સ્પોર્ટસ-ચિત્રકલા-પર્યાવરણ જતન સહિતના ક્ષેત્રમાં અગ્રેસર રહેલા સેલ્ફ ડીફેન્સ ટ્રેનર પ્રેક્ષાબેન ભટ્ટનુ મુખ્ય પ્રદાન રહ્યુ હતુ 

આ કાર્યક્રમમાં “શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન” – જામનગર દ્વારા સમગ્ર જામનગર શહેરમાં જિલ્લા માહિતી કચેરીના અધિકારી પારૂલબેન કાનગડ, RFO મરીન નેશનલ પાર્કના દક્ષાબેન વઘાસીયા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગીરીશભાઈ સરવૈયા, પ્રોફેસર પ્રવીણભાઈ પોપટ, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી સુબ્રમણ્યમ પિલે, વિજયભાઈ બાબરિયા રાષ્ટ્ર સેવિકા સમિતિ-સૌ.પ્રાંત સહ બૌધ્ધિક પ્રમુખ, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન સૌ.પ્રાંત પ્રમુખ નારી આયામ તેમજ મહિલા સમન્વય – જામનગર વિભાગ સંયોજીકા શ્રી પ્રતીક્ષાબેન ભટ્ટ, શ્રી અસ્મિતાબેન ઝાલા રાષ્ટ્ર સેવિકા સમિતિ – જામનગર નગરકાર્યવાહિકા સહિતના કાર્યકરમિત્રો, અતિથિઓ, તેમજ ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વિમેન યોજનાના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર અલ્પા કે.રાઠોડ અને બહોળી સંખ્યામાં મહિલાઓ તથા દિકરીઓ હાજર રહ્યા હતા.  તેમ સમાજજીવનના મુલ્યોના અભ્યાસુ જલકૃતિ મહેતાએ જણાવ્યુ છે

 

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button