
નરેશપરમાર -કરજણ,
કરજણ તાલુકાના વેમારડી રોડ પર ઇસમની હત્યા નહીં આપઘાત હતો
પોલીસની જીણવટભરી તપાસ બાદ ભેદ ઉકેલાયો મૃતદેહ સુરત રહેતા જૂનાગઢના ઇસમનો નીકળ્યો, મોબાઇલને આધારે ઓળખ થઈ
વેમારડી રોડ ઉપર તા. ૫ નવેમ્બરના રોજ એક ઈ સમની લાશ રાત્રીના બળેલ હાલતમાં મળી હતી. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરી હતી. તા. દ નવેમ્બરના રોજ કરજણ પોલીસ સ્ટેશને અજાણ્યા ઇસમનું મર્ડર થયેલ તેવી ફરિયાદ નોંધાઇ હતી. જેનો ભેદ ઉકેલાયો હતો. કરજણ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા સ્થળ પરથી લાઈટર, નેપકીનના ટુકડા, ગ્લાસ, થેલી અને જુનો ટુજી નોકિયાનો મોબાઇલ મળેલ હતો. પોલીસે ટીમે મોબાઈલ કયા સમયે કેટલો વપરાયેલ છે. તેની જીણવટ પૂર્વક તપાસ કરતા આ મોબાઈલ સુરતના મરણ જનારનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કરજણ પોલીસે ટીમે સુરત પોલીસ સ્ટેશન તપાસ કરતા ત્યાં એક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાયેલ હતી. જેના આધારે મરણના પરિવારનો સંપર્ક કરેલ હતો. મરણ જનાર સુરતના વેલંજા વિસ્તારમાં મૂળ જૂનાગઢના રહીશ મનસુખભાઈ બોરદ નામના વ્યક્તિ હતા. પરિવારજનોને જાણ કરતા તેઓ સ્થળ ઉપર આવેલા હતા. અને મૃતક મનસુખભાઈની ઓળખ કરેલ હતી. સ્થળ પર આજુબાજુ પડેલ વસ્તુઓ પણ તેમને જોઈને પોતાની હોવાનું જણાવેલ હતું. મર્ડર છે કે, સ્યૂસાઈડ છે. તે માટે પોલીસ ટીમે સુરતથી કરજણ સુધી સીસીટીવીના ફુટેજો મેળવી તપાસ કરતા સાથે મનસુખભાઈ એકલા જ હતા. એમની સાથે કોઈ ન હતું. એકલા જ આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં કરજણથી વેમારડી તરફ જતા પણ સીસીટીવીમાં જોવા મળેલ હતા. જાતે જ કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી સ્યૂસાઇડ કર્યું હોવાનું જાણવા મળે છે. પરિવારજનોને પૂછતા સંયુક્ત પરિવારમાં રહેતા હતા. બે પુત્રો હતા. કલરનો વ્યવસાય કરતા હતા અને મનસુખભાઈ નાણાકિય હિસાબ અને ઘર સંભાળતા હતા.એટલે કોઈ આર્થિક ભીડમાં આવીને આવુ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક અનુમાન છે. આમ કરજણ પોલીસ, એલસીબી, એસઓજીની સતત ચાર દિવસની મહેનતની સફળતા મળતા ભેદ ઉકેલાયેલ છે.




