કાંકરેજ તાલુકાના થરા ખાતે પંડિત દીનદયાળજી ઉ.સાં.હોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ ૧૦૨ મકાનનો પાલિકા દ્વારા ત્રીપક્ષિય કરાર કરવામાં આવ્યો..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે સત્તા પક્ષના નેતા નગર પાલિકા પૂર્વ પ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને,પ્રમુખ સોની ચેતનાબેન અનિલભાઈ,ચીફ ઓફિસર બાબુભાઈ જોષીની ઉપસ્થિતિમા પ્રધાન મંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ ૧૦૨ મકાનોનો પાલિકા દ્વારા ત્રીપક્ષિય કરાર કરવામાં આવ્યો. ત્યારે પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે થરા નગર પાલિકાએ એક અનેરી સિદ્ધી હાંસલ કરી છે.થરા નગર પાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના ૧.૦ અંતર્ગત થરા શહેરમા ૧૦૫૮ લોકો ને મકાન મંજૂર કરી લાભ આપ્યો. તેમજ થરા નગર પાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના ૨.૦ અંતર્ગત ૫૦૦ મકાનનો લક્ષ્યાંક છે એની સામે આજે થરા નગર પાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૨ ત્રીપક્ષિય કરાર કરી મંજૂરી આપવામાં આવી.ભાજપ શાસિત થરા નગર પાલિકા સતત થરાની જાહેર જનતા માટે પક્ષ- વિપક્ષ જાતિવાદથી પર થઈને થરા નગરના દરેક ગરીબને કઈ રીતે લાભ મળે એવો પ્રયત્ન કરી રહી છે. કાર્યક્રમનું સંચાલન રાધેવેન્દ્ર જોષીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530