દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત, અકસ્માતના કચ્છના બે નાં મોત
સમીર પટેલ, ભરૂચ
કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમ કમાટી ભર્યુ મોત નિપજયું હતું..
આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટીકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત..
ટ્રક ચાલક સ્થળ ઉપરથી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો..
અકસ્માતમાં નિશાબેન અશોકભાઈ પોકાર અને તેમના પુત્ર નિર્મિત અશોક પોકારનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું…
અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ ertiga ના ડ્રાઇવરને જોકુ આવતા ટ્રકની પાછળ ertiga ઠોકી દેતા ertiga ની પાછળ બીજી ertiga હોય તે પણ ertiga ની પાછળ જ ઠોકી દેતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વહેલી સવારમાં જ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં માં ,દીકરા નું કમ કમાટી ભર્યું મોત થયું હતું. સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ડેટ બોડી ઉપર કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી…