વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-28 માર્ચ : દુનિયાભરમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફનીઅસર વરતાઈ રહી રહી છે. જોકે અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મિટેડ(APSEZ)નાભારત કાર્ગો વોલ્યુમ પર ટ્રમ્પની નીતિઓનીખૂબ જ ન્યૂનતમ અસર પડશે.વધુમાં APSEZ લોજિસ્ટિક્સ વ્યવસાય માટે તેના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને પ્રકારના નાના M&A હાથ ધરશે.તાજેતરમાંયોજાયેલી HSBC ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાંમેનેજમેન્ટે વિશ્લેષકોને જણાવ્યું હતું કે અમેરિકા જતો કાર્ગો ભારતના વેપારનો માત્ર એક નાનો હિસ્સો ધરાવે છે, તેથી, ટેરિફ હિટ ઓછી રહેશે.વિષ્લેષકોના મતે જો ટેરિફને કારણે ભારતની અમેરિકામાં નિકાસ ઘટશેતો પણ ભારત અન્ય દેશો પાસેથી તેની ભરપાઈ કરી શકે છે. ખાસ કરીને APSEZ માટેતેની અસર વધુ મર્યાદિત રહેશે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓટો આયાત પર 25% ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જે 2 એપ્રિલથી અમલમાં આવશે. 2 એપ્રિલના રોજ રેસિપ્રોકલ ટેરિફની વ્યાપક જાહેરાત થવાની અપેક્ષા છે. અમેરિકાનો આ નિર્ણય વેપાર ખાધ ઘટાડવા લેવામાં આવેલું એક પગલું છે. જોકે, બ્લૂમબર્ગના અહેવાલ મુજબટ્રમ્પે એવો સંકેત પણ આપ્યો છે કે કેટલાક વ્યવસાયિક ભાગીદારોને ટેરિફમાં છૂટ અથવા ઘટાડો મળી શકે છે.અદાણી પોર્ટ્સ એક સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાતા બનવાનું લક્ષ્ય રાખે છે. અદાણી ગ્રુપની કંપની આગામી પાંચ વર્ષમાં સ્થાનિક બંદરોમાં રૂ. ૪૫,૦૦૦-૫૦,૦૦૦ કરોડ અને લોજિસ્ટિક્સ વ્યવસાયમાં રૂ. ૧૫,૦૦૦-૨૦,૦૦૦ કરોડના મૂડીખર્ચનીયોજનાધરાવે છે. જેનો અર્થ એ થયો કે દર વર્ષે ૧૨,૦૦૦-૧૪,૦૦૦ કરોડ રૂપિયાનો મૂડીખર્ચ થશે.મજબૂત રોકડ સ્થિતિને કારણેઅદાણી પોર્ટ્સ તેના આંતરિક રોકડ પ્રવાહમાંથી મૂડીખર્ચ પૂર્ણ કરી શકશે. HSBC એ અદાણી પોર્ટ્સ પર રૂ. 1,600 ના લક્ષ્ય ભાવ સાથે તેનું ‘BUY’ રેટિંગ જાળવી રાખ્યું, જે પાછલા બંધ ભાવ કરતા 35% વધુ છે.APSEZ દ્વારા 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મુખ્યત્વે ડોમેસ્ટિક કાર્ગોમાં 12% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ થવાની ધારણા છે, જ્યારે દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા મુખ્ય બજારોમાં સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો પણ વૃદ્ધિ પામશે.