ભરૂચ: કંથારીયા ગામના પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં ટ્રસ્ટીના દીકરા સહિત બે આરોપીઓની અટકાયત
ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં બે આરોપીઓની ભરૂચ તાલુકા પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે…..
ભરૂચ તાલુકાના કંથારીયા ગામના સુહેલ ગુલામ એહમદ પટેલે કંથારીયા ગામના મદ્રેસા, મસ્જિદ જેવી ધાર્મિક વકફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતીને ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગી હતી..જે સામે ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટી ના દીકરા એ સોહેલ તેમજ તેમના પિતા પર નંબર પ્લેટ વિનાની કાર ચઢાવી દઈ જાનથી મારી નાંખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનું સુનિયોજીત પ્રયાસ કર્યો હતો…જે બાબતે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી..જે બાદ ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી આ ગુનામાં કંથારિયા ગામના ટ્રસ્ટી ના પુત્ર સરફરાજ ઇસ્માઇલ સોજરા તેમજ સફવાન સીરાજ ઢોબની અટકાયત કરી હત્યા ના પ્રયાસ ની કલમનો ઉમેરો કરી અન્ય કોઈની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.