ફુલસર રેન્જના કંજાલનાં પાનવાડી પાસે કરજણ ડેમના કિનારે બે નાવડી સહિત એક લાખ વીસ હાજર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો,
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા
ડેડીયાપાડા : ૨૩ સપ્ટેમ્બર નાં રોજ રાત્રિના સમયે બાતમીનાં આધારે ફુલસર રેન્જના. એન.બી.ભુરીયા. આર.એફ.ઓ. ફુલસર, એમ.કે.વસાવા. રાઉન્ડ ફોરેસ્ટર ફુલસર, જે.આર.તડવી. રાઉન્ડ ફોરેસ્ટર કાલવટ, એ.બી.રાઠવા. બી.ગા.ફુલસર, એસ.આઈ.વસાવા. બી.ગા.કોલીવાડા-૨ સ્ટાફ સહિત રોજમદારો સાથે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન કરજણ જળાશયનાં કિનારા પર કાલવટ રાઉન્ડની કંજાલ બીટનાં પાનવાડી નામે ઓળખાતા ફળીયા પાસે નાવડીમાં ખેરના લાકડા ભરી હેરા ફેરી કરતા લાકડા ચોરતો નાસી છૂટયા પરંતુ નાવડીમાં ભરેલા ખેરનાં ઇમારતી લાકડા નંગ-૭૧ કુલ ઘ.મી. ૧.૫૩૩ તથા નાવડી નંગ-૨ મળી અંદાજે કુલ ૧,૦૨,૦૦૦ રૂપિયા..જેટલી કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી જપ્ત કરી દેવામાં આવ્યા છે,ખેરના લાકડા અને બે નાવડી સહિત બિન વારસી ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે,