GUJARATKUTCHMANDAVI

માંડવીમાં બે માસૂમ બાળકો ડૂબી જતાં અરેરાટી.

મારવાડા પરીવાર ના બે માસૂમ બાળકો ભેંસ ચરાવવા ગયા ને તળાવ માં ડૂબી ગયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ ઓક્ટોબર : માંડવી શહેરમાં રોયલ વીલા ની સામે આવેલા તળાવમાં બે માસુંમ બાળકો ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી છે. રોયલ વિલા કોલોની સામેના ભાગમાં નાનકડું તળાવ આવેલું છે જ્યાં બાળકો ભેંસ સાથે ગયા હતા. મોડેથી ભેંસો તો રાબેતા મુજબ પાછી આવી ગઈ હતી પરંતુ બાળકો ના આવતા પરિવારજનો એ શોધખોળ કરી હતી. ન્યુ મારવાડા વાસમાં રહેતા પરિવારે તેમના મૂકીને જાણ કરતા તેઓ આજુબાજુ અને ભેંસો જે જતી હોય એ જગ્યાએ તપાસ કરતા તળાવ પાસે બંને બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા તે જોઈને તેમને કશુંક અમંગળ બન્યાનો ધ્રાસકો પડ્યો હતો આ અંગે તરત જ નગરપાલિકા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક તરવૈયાઓ પણ બાળકોને શોધવા માટે તળાવમાં કુદી પડ્યા હતા. મોડેથી બાળકોની લાશ હાથમાં આવતા તેમના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તેઓ પહોંચ્યા ત્યારે બાળકો ડૂબી ચૂક્યા હતા અને બાળકોની લાશ શોધી કાઢવામાં આવી હતી. કચ્છમાં આ વર્ષે પડેલા અનરાધાર વરસેલા વરસાદના કારણે ઠેકઠેકાણે ભરાયેલા ખાડા ખાબોચિયા અનેક માનવ જિંદગીઓનો ભોગ લઈ રહ્યા છે જેમાં વધુ બે માસૂમ બાળકો નો ઉમેરો થતા સમગ્ર પંથક માં શોક વ્યાપી જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!