વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ ઓક્ટોબર : કોડાય પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ફરાદીની સીમમાં મહિન્દ્રા જીતો વાહનમાં શંકાસ્પદ કપાસ ભરીને લઈ જતા બે શખ્સને પોલીસે ઝડપી પાડી ને આગળ ની કાર્યવાહી કરી છે. આ અંગે કોડાય પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પીઆઈ એચ.એમ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો તા.૧૭-૧૦.ના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તા.૧૮-૧૦.ના રાત્રે ત્રણ વાગ્યે ફરાદીની પાપડીમાં એક શંકાસ્પદ મહિન્દ્રા જીતો માલવાહક વાહન પસાર થતાં તેને ઊભું રખાવી તપાસ કરતાં તેમાં-૨૦૦ કિલો કપાસ કિં. રૂા.૧૫૦૦૦/- ભરેલું હતું. જેના આધાર-પુરાવા માગતાં દિનેશ રામજી પટ્ટણી (રહે. ફરાદી, મૂળ કોડાય) તથા ઈશ્વર ફકીરાભાઈ પટ્ટણી (રહે. રામાણિયા, મૂળ નાગોર) આપી શક્યા ન હતા, આથી પોલીસને શક પડતાં માલ અને જીતો ગાડી સાથે બન્નેની અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.