વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામના અતિ પ્રાચીન અને શ્રધ્ધાના પ્રતિક ઝંડા ચોક સ્થિત -મા ભવાની માતા મંદિર માં દુર્ગાષ્ટમી નિમિત્તે પ્રાત: પહેલાં કથાકાર પ્રફુલભાઇ શુક્લે અને બાદમાં મનોજ સોની પરિવારે યજ્ઞ કર્યો હતો. માતાજીની અદભુત કૃપાપ્રાપ્ત મનોજ સોની દંપતી પરિવાર દ્વારા માતાજીની આઠમનો ખાસ હોમયજ્ઞ કરીને અનેક ભવાની મા પ્રિય ભક્તોએ દર્શન લાભ લઈ શ્રદ્ધાથી શ્રીફળ હોમી આહૂતિ અર્પી હતી. પ્રફુલભાઈએ રોજ સવારે પોતાના યજમાન સાથે યજ્ઞ કર્યો અને માતાજીની ૧૦૮ દીવડાની આરતી કરી હતી જે વેળા પૂજારી-યુવરાજગીરી એ શંખનાદ કર્યો હતો. કથાકાર ભાસ્કર દવે પણ સામેલ થયા હતા.સનાતન ધર્મમાં ગૌરીશંકર-શિવ ને શક્તિ નું અનેરૂ મહત્વ છે,અર્ધનારીશ્વર મહાશક્તિની કૃપાથી જ સંસાર પ્રકૃતિનું સંચાલન થાય છે પિતા શિવ અને મા પાર્વતી જગત સૃષ્ટિના સર્જનહાર છે.આઠમ હોય સ્વ. ભગુ શેઠ સોની પરિવારના પૌત્ર મનોજભાઈ દંપત્તિએ દર વર્ષની જેમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચંડીપાઠ યજ્ઞ કર્યો હતો જે યુવા ભૂદેવ ઋષિ યોગેશ, જે કર્મકાંડી પ્રસિદ્ધ ભૂદેવ ઈશ્વરલાલ જોશીના પૌત્ર છે. આજના અષ્ટમી યજ્ઞમાં ખેરગામના પ્રસિદ્ધ વેપારી સ્વ.ભગવાનદાસ કાપડિયાના વિદેશ સ્થિત પુત્ર વિરેન દંપતીએ પણ ભાગ લીધો હતો, કથાકાર પ્ર.શુકલના યજ્ઞમાં ખેરગામ સનાતન રામોત્સવ મંડળના પ્રમુખ ધર્મેશ ભરૂચાએ ભાગ લીધો હતો.