કેશોદ તાલુકાના શેરગઢ ગામ ના બે બાવીસ વર્ષીય યુવાનો હૈદરાબાદ ખાતે થી આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવતા કેશોદ રેલ્વે સ્ટેશન થી શેરગઢ રામ મંદિર સુધી વાજતે ગાજતે ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું શેરગઢ ના રીક્ષા ચાલક ના પુત્ર કુલદિપ કિશનભાઇ બાબરીયા અને અવધ મહેશભાઈ નેનુજી અગ્નિવિર આર્મી ની પરીક્ષા ઉતીર્ણ કરી હૈદરાબાદ ખાતે તાલીમ માં હતા આ બંને જવાન તાલીમ પૂર્ણ કરી વતન પરત પંહોચ્યા હતા ત્યારે ગામ ના સરપંચ સહિત કૌટુંબના સંભ્યોએ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું જયારે ગામ ના લોકો એ ડીજે ના સાથે તિરંગા સાથે વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સમગ્ર ગામ માં ભારત માતાની જય ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું ગામ માં દેશ ભક્તિનો માહોલ સર્જાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ જવાનો સામાન્ય પરિવાર માં રહી જ્યારે જવાન અવધ મહેશભાઈ નેનુજીના માતા પિતા ની ગેરહાજરીમાં પોતાના સ્વ બળે પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ