GUJARATJUNAGADHKESHOD

બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત’ દિકરી વધામણા કીટ વિતરણ અને રંગોળી સ્પર્ધા આયોજન

બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત’ દિકરી વધામણા કીટ વિતરણ અને રંગોળી સ્પર્ધા આયોજન

બેટી બચાવો બેટી પઢાવો યોજનાને સાર્થક કરવા અને સમાજમાં જાગૃતતા લાવવાના હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા સાહેબ અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી.ભાડ સાહેબ નાં માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો સેલ જૂનાગઢ દ્રારા ધનતેરસ નાં દિવસે જન્મેલ લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને આવકારવા તેમજ સમાજમાં દિકરી- દીકરો એક સમાનના સુત્રનો અમલ કરવાના હેતુથી આજ રોજ જૂનાગઢના સ્લમ વિસ્તારમાં દિકરી વધામણા કીટનુ  વિતરણ કરવામાં આવેલ અને ત્યારબાદ જોષીપરા ઠાકરશ્રી નગરમાં દિવાળીનાં તહેવારોમાં લોકોના જીવનમાં ઉત્સવ જળવાઈ રહે માટે રંગોળી સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સરકારશ્રી ની વ્હાલી દિકરી યોજના અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર કૃપાબેન ખુંટ, જેન્ડર સ્પેશિયાલીસ્ટ મીનાક્ષીબેન ડેર તેમજ કચેરીના સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર કેસ વર્કર ખુંટ હિરલબેન હાજર રહ્યા હતા.

 

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!