સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા હેઠળ જન શિક્ષણ સંસ્થાન અને નગરપાલીકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા સંવાદ યોજાયો…
સમીર પટેલ, ભરૂચ
સ્વચ્છતાહી સેવા ૨૦૨૪ અંતર્ગત ચાલી રહેલ સ્વચ્છતા પખવાડીયા દરમ્યાન જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં સેવા આપતા સફાઈકર્મીઓને તેમની સુરક્ષા સલામતી અને ફરજો પ્રત્યે માર્ગદર્શન પુરૂ પાડવા માટે ભરૂચ નગરપાલીકાના સંકલનમાં સફાઈમિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કર્યુ હતુ. આયોજિત કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક શ્રી ઝ્યનુલ સૈયદ દ્વારા સ્વચ્છતા પખવાડીયા અંગેની કામગીરી વર્ણવતા જણાવ્યું કે સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ જે.એસ.એસ ભરૂચ દ્વારા સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરી છે. સમાજના તમામ વર્ગોને સ્વચ્છતાનો સંદેશ પહોચાડવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી ઉદબોધન કરતા ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મીસ્ત્રી દ્વારા આ કામગીરીની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યુંકે આપણા જિલ્લામાં વડાપ્રધાનના આ સ્વચ્છતા મીશનને ખુબ સારો આવકાર મળ્યો છે અને આગળ પ્ણ આવી કામગીરી ચાલતી રહેશે તો પ્રજામાં વધુ જાગૃતી અને ઉત્સાહ વર્ધન થશે અને આપણે સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકીશું.
અતિથિ વિશેષ પદે ઉપસ્થીત ભરૂચ નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ વિભુતીબેન યાદવ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થીત સફાઈ કર્મી ભાઈ બહેનોને પ્રોત્સાહીત કરતા જણાવ્યું કે સ્વચ્છતા ક્ષેત્રે તેમની કામગીરીની સમાજ નોંધ લે છે અને જે માર્ગદર્શન અત્રેથી પ્રાપ્ત થયુ છે એનો અમલ કરી પોતે સજાગ બની કામગીરી કરશો તો જરૂર સફળતા પ્રાપ્ત થશે જેથી મહિલાઓને પણ તેમણે ઉદેશીને જણાવ્યુ કે જે કાર્ય તમે કરી રહ્યા છો તે ખૂબજ પ્રશંસનિય છે અને નગરપાલીકા હમેશા તમારી સાથે છે. આયોજિત સંવાદ માટે વિશેષ વકતા તરીકે ડો. નરેંન્દ્ર કે. પાટડીયા સાહેબે પોતાના વકતવ્યમાં વિવિધ ઉદાહરણો ટાંકીને સફાઈ સેવા કર્મીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહીત કર્યા હતા અને શ્રોતાગણ મંત્રમુગ્ધ થયુ હતુ.ત્યારબાદ બીજા વકતા ભરૂચના જાણીતા મહિલા ગાઈનેકોલોજીસ્ટ ડો. પ્રતિક્ષાબેન મહીડા દ્વારા સફાઈકર્મી બહેનોને પોતાના સ્વાસ્થયની કાળજી રાખવા અને પોતાની સલામતી સાથે અસરકારક કામગીરી કરવાના ગુણો જણાવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન પ્લાસ્ટીક ભગાવો પ્રર્યાવરણ બચાવો થીમ હેઠળ જેએસએસ દ્વારા મહાનુભાવોનાં હસ્તે ઉપસ્થીત સૌ શ્રોતાઓને નોનવુવન બેગનું વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમના અંતે નગર પાલીકાના મુખ્ય અધીકારીશ્રી હરિશ અગરવાલ દ્વારા સૌ ઉપસ્થિત મહાનુભાવો મિડીયા કર્મિઓ સફાઈ સેવકો તથા તાલીમાર્થી ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમૂહ રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો…