ભરુચ ડેપો ખાતે “ક્લિયર વિઝન સેફ રોડ” અંતર્ગત એસટીના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફના આંખોની નંબર ચકાસણી કરાઈ
સમીર પટેલ, ભરૂચ
આજરોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરામા વેન્ચર oxide અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી “ક્લિયર વિઝન સેફ રોડ” અંતર્ગત એસટીના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફના આંખોની નંબર ચકાસણી તેમજ જરૂરિયાત જણાય ફ્રી ચશ્મા વિતરણ નો કેમ્પ રાખવામાં આવેલ હતો. હાલના વ્યસ્ત સમયમાં ડ્રાઇવર, કંડકટર કે જેઓ અવિરત મુસાફરોની વચ્ચે હોય છે કે જેઓ પાસે પોતાના આંખોની ચકાસણી કરાવવામાં પણ સમય રહેતો નથી તેઓને તેઓના કાર્ય સ્થળ પર જ આંખોની ચકાસણી થઈ જાય અને જરૂર જણાય ચશ્મા પણ મળી રહે તેવું આયોજન એન્ડોરામાં વેન્ચર્સ oxide પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરના HR મેનેજર આશિષભાઈ પટેલ તેઓના ડોક્ટર પિયુષભાઈ ભેસાણીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો. જેમાં ડેપોના કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં ભાગ લઇ પોતાની આંખોની તપાસ કરાવી. સદર કાર્યક્રમ આવતીકાલે તારીખ 16 એપ્રિલ ના રોજ ભોલાવ બસ સ્ટેશન ખાતે પણ રાખવામાં આવેલ છે જેમાં પણ વધુમાં વધુ એક્સપ્રેસ રૂટના ડ્રાઇવર, કંડક્ટરોની ચકાસણી કરી શકાય તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવશે.