
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૨ ઓક્ટોબર : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં શહેર અને ગ્રામ્યકક્ષાએ દિવસે અને રાત્રિના સમયે સઘન સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે.માંડવી, ભુજ, ભચાઉ, નખત્રાણા, રાપર સહિતની નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે દિવસ અને રાત્રિના સમયે શાકમાર્કેટ, જાહેર રસ્તા, ચોક, ઝાડી ઝાંખરા, સર્કલ, રસ્તા, શૌચાલય વગેરેની સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે.જયારે ગ્રામ્યકક્ષાએ નિત્યક્રમ મુજબ દિવસના સમયે વિવિધ વિસ્તારોમાં શેરીઓમાં કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા માટે જનજાગૃતિ કેળવાય તે માટે રચનાત્મક કાર્યો દ્વારા જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કુંદરોડી, અમરાપર સહિતના ગામમાં સફાઇ કામગીરી કરાઇ હતી. જેમાં ગામના ઉકરડાની સફાઇ, ડોર ટુ ડોર કચરા કલેકશન તથા જાહેર માર્ગ તથા સ્થળની સફાઇ કરી લોકોને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા સંદેશો પાઠવાયો હતો.








