નવસારીના અમલસાડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલે હાજરી આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા
અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ, પાર્થમય તથા રોટરી કલબ ઓફ ગણદેવી દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા મંત્રીશ્રીના હસ્તે વૃક્ષના છોડ અર્પણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ પાઠવ્યો*
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નીલકંઠ મહાદેવ મંદિરની પાછળ, અમલસાડ ખાતે અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ,પાર્થમય તથા રોટરી કલબ ઓફ ગણદેવી દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં નવસારી સાંસદ અને ભારત સરકારના કેન્દ્રિય જળમંત્રીશ્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગણદેવી ખાતે આ ૨૭મો બલ્ડ ડોનેશન કેમ્પ છે. આજદિન સુધી ૫૦૦૦ જેટલી રક્તની બોટલો એકત્રીત કરીને વિવિધ બ્લડ બેન્કોને જરૂરીયાતમંદ સુધી રક્ત પચોડવામાં મદદરૂબ બની ચુક્યા છે. આ કેમ્પમાં કેન્દ્રિય જળમંત્રીશ્રી સી.આર.પાટીલે વિશેષ હાજરી આપતા કેમ્પના આયોજકો તથા રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.મંત્રીશ્રી દ્વારા રાકતદાતાઓને પ્રોત્સાહિત કરી વૃક્ષના છોડ અર્પણ કરી પર્યાવરણ જાળવણી અર્થે સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ સહિત જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને વિવિધ વિસ્તારથી આવેલા રક્તદાતાઓ કેમ્પમાં સહભાગી થયા હતા.