વડગામ આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
27 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત આઈ.સી.ડી.એસ વડગામ બનાસકાંઠા દ્વારા વડગામ ઘટકમાં નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહિલાઓના અધિકારો અને સશક્તિકરણને ઉજાગર કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની શક્તિ, તેમના હક્કો અને સમાજમાં તેમની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.આ નારી સંમેલનમાં લીગલ એડવોકેટ અને પેરાલીગલ વોલેન્ટિયર-, મેડિકલ ઓફિસર- આરોગ્ય વિભાગ, મિશન મંગલમ યોજના, આરબીએસકે ટીમ- વડગામ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પોસ્ટ વિભાગ, હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવો દ્વારા હાજર રહેલ નારી શ્રોતાઓ અને કિશોરીઓને વક્તવ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પોક્સો એક્ટ, જેન્ડર, બાળ લગ્ન પ્રતિબંધ, સ્વાસ્થ્ય- આરોગ્ય, મહિલાઓ વિશેની યોજનાઓ, કાયદા, સ્ત્રી- સશક્તિકરણ, પૂર્ણા યોજના, વગેરે જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં બાળકો દ્વારા સ્વાગત ગીત, બાળગીત તેમજ કિશોરી વક્તવ્યો રજુ કરવામાં આવ્યા હતા. આંગણવાડી કક્ષાએ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કાર્યકર હિતિશાબેન રાજગોર અને તેડાગર ક્રિષ્નાબેન નાયી ને ઘટક કક્ષાનો માતા યશોદા એવોર્ડ અને ગૌરવ નિધિ આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ હાજર રહેલ અધિકારીઓએ આયોજિત સ્ટોલ્સનું નિદર્શન કર્યું હતું, અને આભાર વિધિ સાથે કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ