NAVSARI

નવસારી ખાતે ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

યુવા કોળી સમાજ સંગઠન નવસારી દ્વારા આયોજિત સમારોહમાં પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના દિકરા, દિકરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.આજરોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની વાડી, નવસારી ખાતે યુવા કોળી સમાજ સંગઠન, નવસારી દ્વારા ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સમાજનું આગવી શૈલીમાં નેતૃત્વકર્તા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના ઉત્કર્ષ અને સમાજમાં વધુને વધુ શિક્ષણનો વ્યાપ વધે તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ આધુનિક ટેકનોલોજીના યુગમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ અપવવા માટે સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અગ્રણીઓને વધુને વધુ કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે મંત્રીશ્રીએ દરેક સમાજના વિકાસનો પાયો માત્ર શિક્ષણ જ હોવાનું જણાવી દિવસે ને દિવસે વધતી જતી આધુનિકતા તેમજ ટેકનોલોજીના આ યુગમાં સમાજમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે કામે લાગી જવા હાકલ કરી હતી.
<span;>૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ અભ્યાસક્રમોમાં અનેરી સિદ્ધિ હાંસિલ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને મંત્રીશ્રીના વરદ્દહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ શ્રી મનુભાઇ ચાવડા, શ્રી સુનિલભાઇ મકવાણા, ડો.મુકેશભાઇ મકવાણા, શ્રી દિલીપભાઇ શિયાળ, શ્રી જયસુખભાઇ મકવાણા,શ્રી પરેશભાઇ ભાલીયા  સહિતના સેવાકીય પ્રવૃતિ કરતા સામાજિક અગ્રણીઓ, શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કેળવણીકારો, અધિકારી તથા કર્મચારીઓ, સમાજના ઉત્થાન માટે  સતત પ્રયાસો કરનાર  યુવાનો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!