SINORVADODARA

સાધલીમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ આપવાની લાલચ આપી ₹25 હજારની છેતરપિંડીનો આક્ષેપ..


ફૈઝ ખત્રી…શિનોર..વડોદરા
શિનોર તાલુકાના સાધલી નવી નગરી વિસ્તારમાં રહેતા જુનેદ રાઠોડે શિનોર પોલીસ મથકે અરજી આપી ન્યાયની માંગણી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ સાધલીના ભુપેન્દ્ર ગોહિલે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર કરાવી આપવાની લાલચ આપી તેમની પાસેથી ₹25,000 લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જુનેદ રાઠોડના જણાવ્યા અનુસાર રૂપિયા લીધા બાદ પણ આવાસ મંજૂર કરાવવામાં આવ્યો નથી તેમજ રકમ પરત આપવામાં આવી નથી. જ્યારે જુનેદ રાઠોડ દ્વારા પોતાના ₹25,000 પરત માંગતા ભુપેન્દ્ર ગોહિલ દ્વારા જે થાય તે કરી લે પૈસા નહીં મળે આમ જણાવ્યું હતું..

આ મામલે તેમણે શિનોર પોલીસ મથકે લેખિત અરજી આપી ભુપેન્દ્ર ગોહિલ સામે કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે.જેથી અન્ય લોકો ભુપેન્દ્ર ગોહિલ ની લાલચ થી છેતરાઈ ન જાય.

તેમજ સાધલી ના અન્ય એક યુવાન નામે જસવંત પાટણ વાડિયા પાસેથી પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર કરાવી આપવા માટે રૂપિયા 5 000 ખંખેરી લીધા હોવાનું જસવંત પાટણ વાડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે..
પોલીસ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો ભૂપેન્દ્ર ગોહિલ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ અન્ય લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવી શકે છે..
હાલ પોલીસ દ્વારા અરજીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મામલાની સત્યતા તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!