PATAN

પાટણ એ.પી.એમ.સી. હોલ, નવા ગંજબજાર ખાતે “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ” ના નવતર અભિયાનનો શુભારંભ*

*પાટણ એ.પી.એમ.સી. હોલ, નવા ગંજબજાર ખાતે “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ” ના નવતર અભિયાનનો શુભારંભ*

પાટણ એ.પી.એમ.સી. હોલ, નવા ગંજબજાર ખાતે સાંસદશ્રી ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને “વિના મૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા તાલીમાર્થીઓ તાલીમ લેવા જોડાયા હતા. આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ” એ સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર પાટણ સાંસદશ્રી દ્વારા આટલી વિશાળ સંખ્યામાં પાટણ લોકસભા મવિસ્તારની નારી શક્તિને આત્મનિર્ભર કરવાના આશયથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ”માં ૫૫૦ થી વધુ મહીલાઓ એ આ નવતર અભિયાનમાં નોધણી કરાવેલ છે. આ નવતર અભિયાનમાં ત્રણ તબક્કા વાર વિના મુલ્યે તાલીમ આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૨૦૦ મહિલાઓને તાલીમ આપવામાં આવશે ત્યારબાદ બાકી રહેતી મહિલાઓને બે તબક્કામાં તાલીમ આપીને આત્મનિર્ભર કરવામાં આવશે. આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ”નું આયોજન કરવામાં આવેલ છે. આનો આશય પોતાના મતવિસ્તારની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધે અને પોતાના પરિવાર તેમજ સમાજને મદદરૂપ થઈ શકે. સમગ્ર ભારતમાં પોતાના સંસદીય મતવિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર કરવાના પ્રયત્ન બદલ માન. સાંસદશ્રી ભરતસિંહ ડાભીને “વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડસ – લંડન” સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં પણ આવ્યા હતા.

આ પ્રસંગને સંબોધતા સાંસદ સભ્યશ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું હતું, કે મારાં કાર્યાલયમાં જે દીકરીઓએ ફોર્મ ભર્યું છે તેમણે વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. કોઈ દીકરી રહી ના જાય તેમની અમે ખાતરી રાખશું. આ તાલીમથી જે દીકરીઓ કે મહિલાઓ બીજાના ઘરે જઈ કચરાપોતું કરતી હોય તથા ખેતરમાં દાડિયે જતી હોય તેમણે આત્મનિર્ભર બનાવવાનો વિચાર છે. આ વિચાર મને દિલ્લીમાં રિક્ષા ચલાવતી, બસ ચલાવતી મહિલાઓને જોઈને આવ્યો કે અહી દીકરીઓ વાહન ચલાવી શકતી હોય ત્યારે મારા મત વિસ્તારની બહેનો કેમ પાછળ. રહે!. તેથી મારા મતવિસ્તારમાં ગરીબ બહેનોને વિનામૂલ્યે તાલીમની સાથે બહુ જ ગરીબ દીકરીઓને સ્ટાઇપેન્ડ પણ આપીને આત્મનિર્ભર કરવામાં આવશે. આ સ્ટાઇપેન્ડથી તેમના રોજીંદા જીવનમાં ખલેલ પડશે નહિ. અને તેઓ આત્મનિર્ભર બની શકશે. ઉપરાંત અમે એવી પણ વ્યવસ્થા કરશું જેથી દીકરીઓને ડ્રાઇવિંગનું પાકું લાઈશેન્સ મળશે. ફરીથી કહેવાનું મન થાય છે કે આજે મને આટલી બધી મહીલાઓના દર્શન થયા તે બાબતની આજે ખુશી છે.

આ પ્રસંગે સાંસદશ્રી ભરતસિંહજી ડાભી, ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી , પૂર્વ સદસ્ય શ્રી મહિલા આયોગ ડૉ. રાજુલબેન દેસાઈ સંગઠનના સભ્યોશ્રી ભાવેશભાઈ, જિલ્લા પંચાયત પાટણના પૂર્વ પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી તથા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

 

 

 

 

 

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!