SINORVADODARA

સાધલીની મનન વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ સ્થિત મનન વિદ્યાલય ખાતે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લઈને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા.
વિદ્યાલયના શિક્ષકોએ યોગના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં યોગને અપનાવવા અને સ્વસ્થ જીવનશૈલી જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. યોગ દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને યોગ પ્રત્યે રસ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!