

ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ સ્થિત મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અદહાની પવિત્ર નમાજ અદા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં નમાજીઓ મસ્જિદ ખાતે એકત્રિત થયા હતા અને ઈદની નમાજ અદા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઈદુલ અદહાની નમાજ બાદ સાધલી મદીના મસ્જિદના પેશ ઇમામ મૌલાના અયુબ કાદરીએ સમગ્ર ભારત દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરી હતી. સાથે જ દેશની ખુશહાલી, પ્રગતિ અને સૌ સમાજ વચ્ચે એકતા બની રહે તે માટે પણ દુઆઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુસ્લિમ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌએ ઈદુલ અદહાનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો.




