VADODARAVADODARA CITY / TALUKO

બાળકીઓને અશ્લીલ વિડીયો બતાવતા શિક્ષકને વાલીઓએ મેથીપાક ચખાડયો

પાદરામાં શિક્ષણ જગતને કલંક લગાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પાદરાના અભોર ગામની સ્કૂલના આચાર્યએ નાની બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. અભોર ગામની સ્કૂલના આચાર્ય સામે વિદ્યાર્થીઓના પરિવારજનોએ શિક્ષક રોજ સ્કૂલમાં દારૂ પીને આવતા હોવાના આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્કૂલની બાળકીઓ સફાઈના કરવા માટે સ્કૂલના પાછળના ભાગમાં ગઈ હતી ત્યાં આ લંપટ શિક્ષકે બાળકીઓને ફોનમાં અશ્લીલ વિડીયો બતાવ્યા હતા.

જો કે આ સમગ્ર મામલો ગ્રામજનો સુધી પહોંચતા ગ્રામજનો સ્કૂલમાં આવી પહોંચ્યા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે 15મી ઓગસ્ટે સ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ બાદ  લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હોવાની માહિતી મળી છે. જો કે આ બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. લંપટ શિક્ષકને પોલીસે સ્કૂલેથી ઉઠાવીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. ગ્રામજનો પણ પોલીસ સ્ટેશન પહોંચી લંપટ શિક્ષકને સજા આપવા લોકો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!