SINORVADODARA

શિનોર પોલીસે “ઓપરેશન પરાક્રમ” હેઠળ સાયબર ઠગને ઝડપી પાડ્યો


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત શિનોર પોલીસે સાયબર ફ્રોડના ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને વિદેશથી આવેલ પાર્સલ છોડાવવા માટે વિવિધ બહાનાં બનાવી વારંવાર ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વધુ રકમની માંગણી કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
ફરિયાદીના ખાતામાંથી કુલ રૂ. 1 લાખ 45 હજાર જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદના આધારે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિશેષ ટીમ બનાવી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શિનોર પોલીસની આ સફળ કામગીરીથી સાયબર ગુનાઓ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. સાથે જ પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓના ફોન, મેસેજ કે પાર્સલ સંબંધિત લાલચમાં આવી કોઈપણ પ્રકારની ઓનલાઈન રકમ ટ્રાન્સફર ન કરવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!